નવ લખાય લોબડયાડુ ભેળીયું,
માડીયું મઢડે રાસ રમે.
ઓઢી કાળી કામળીયું લાલ ધાબડીયું,
ફૂલ છાબડીયું સેર ફરે.
માડીયું મઢડે રાસ રમે.
ઓઢી કાળી કામળીયું લાલ ધાબડીયું,
ફૂલ છાબડીયું સેર ફરે.
હેત હેમ હાશમી ઉં માણેક મળ્યું.... હો માં....
મોતી એ જળીયું તેજ ઝરે..
પગ નુપૂર કડલા કાબયું શોભયું,
હેમ નીકટયું હાથ ફરે.
વળી ત્રીશુલ વાડી ભૂરા ભંડાળીયું,
લાકડ વાળીયું એમ રમે.
પગ નુપૂર કડલા કાબયું શોભયું,
હેમ નીકટયું હાથ ફરે.
વળી ત્રીશુલ વાડી ભૂરા ભંડાળીયું,
લાકડ વાળીયું એમ રમે.
ધન ધીમી ધજાયું આભ કાપડીયું,
ભેળીયા વાળીયું આન ભમે.
પર હેમન ચુડીયું પાળીયે તાળીયું,
ગાળીયું જાળીયું નભ ગજે.
ભેળીયા વાળીયું આન ભમે.
પર હેમન ચુડીયું પાળીયે તાળીયું,
ગાળીયું જાળીયું નભ ગજે.
માત મીનલ નાગલ તાગલ રાજલ... માઁ....
મોગલ પીઠડ બાઈ માડી...
માત ધરણી જીવણી બાલવી ભલાર,
બુટભવાની સાથ ફરે.
વળી રુપલ દેવળ હોળ હોળ ઓલી,
ખમ્મા ખમ્મા ખોડીયાર ભમે...
ખમ્મા ખમ્મા ખોડીયાર ભમે....
માત ધરણી જીવણી બાલવી ભલાર,
બુટભવાની સાથ ફરે.
વળી રુપલ દેવળ હોળ હોળ ઓલી,
ખમ્મા ખમ્મા ખોડીયાર ભમે...
ખમ્મા ખમ્મા ખોડીયાર ભમે....